ગુરુજીના નામની હો માળા | Guruji Na Naam Ni

ગુરુજીના  નામની હો માળા છે ડોક માં

Guruji Na Naam Ni Ho Mala

ગુરુજીના  નામની હો માળા છે ડોક માં

ગુરુજીના  નામની હો માળા છે ડોક માં નારાયણ નામની હો માળા છે ડોક માં
નાણાં સંગ્રાય નહિ ઈર્ષા રખાય નહિ નાણાં સંગ્રાય નહિ ઈર્ષા રખાય નહિ
એકલા ખવાય નહિ હો માળા છે ડોકમાં
ગુરુજીના  નામની હો માળા છે ડોક માં નારાયણ નામની હો માળા છે ડોકમાં 

સુખમાં છકાય નહિ દુઃખમાં રડાય નહિ,સુખમાં છકાય નહિ દુઃખમાં રડાય નહિ
ભક્તિ ભુલાય નહિ હો માળા છે ડોક માં
ગુરુજીના  નામની હો માળા છે ડોક માં હે નારાયણ નામની હો માળા છે ડોકમાં

બોલિયું બદલાય નહિ તેજને ત્યજાય નહિ બોલિયું બદલાય નહિ તેજને ત્યજાય નહિ
હે બાનું લજવાય નહિ હો માળા છે ડોકમાં
ગુરુજીના  નામની હો માળા છે ડોક માં હે નારાયણ નામની હો માળા છે ડોકમાં

હરિ હરા નંદ કહે સત્ય ને ચૂકાય નહિ ,હરિ હરા નંદ કહે સત્ય ને ચૂકાય નહિ
હે નારાયણ વિશ્રાય નહિ હો માળા છે ડોકમાં

ગુરુજીના  નામની હો માળા છે ડોક માં નારાયણ નામની હો માળા છે ડોક માં
ગુરુજીના  નામની હો માળા છે ડોક માં નારાયણ નામની હો માળા છે ડોક માં
ગુરુજીના  નામની હો માળા છે ડોક માં નારાયણ નામની હો માળા છે ડોક માં 

Post a Comment

Previous Post Next Post