મેલડી માતાની આરતી । Meldi Matani Aarti
જય મેલડી માતા ૐ જય મેલડી માતા
અખંડ બ્રહ્માંડમાં વ્યાપી, અખંડ બ્રહ્માંડમાં વ્યાપી ,સઘળે તમારો વાસ,
ૐ જય મેલડી માતા
ઢોલ નગારાંનો બટ ઝાલર નો રણકાર માં ઝાલરનો રણકાર
દીપ જલે માં તારા, દીપ જલે માં તારા જળહળતી જ્યોતિ
ૐ જય મેલડી માતા
ઋષિ મુનિ ધ્યાન ધરે માં દેવતા ગુણલા ગાય માં દેવતા ગુણલાં ગાય
થાય માં મેલડીની આરતી,થાય માં મેલડીની આરતી , ગાજે નાકટીવાવ
ૐ જય મેલડી માતા
ઉડે અબીલ ગુલાલ માં પુષ્પની વૃષ્ટિ થાય ,માં પુષ્પની વૃષ્ટિ થાય
માં મેલડીને ભજતાં, માં મેલડીને ભજતાં ભવસાગર તરશો
ૐ જય મેલડી માતા
માં મેલડીની આરતી જે કોઈ ગાશે ,માં જે ભાવે ગાશે
સુરા બાપાને તાર્યા ,સવાબા ભગતને તાર્યા , અમને પણ તારો
ૐ જય મેલડી માતા
પ્રેમ થકી જે ભક્તો શ્રી મેલડી માં સેવે, માં શ્રી મેલડીમાં સેવે
ભાવિક જન ગુણ ગાવે ,ભાવિક જાણ ગુણ ગાવે ,
જળહડી રહશે માં ,માં મેલડી કરશે મહેર ,
ૐ જય મેલડી માતા
માંની ચૂંદડી લાલ ગુલાલ શોભા બહુ સારી , માં શોભા અતી સારી
આંગણ બુટીઓ ખેલે ,આંગણ બુટીઓ ખેલે ,
નકટીવાવ વાળી માં ,વાંઝણા ધામ વાળી માં
ૐ જય મેલડી માતા
માંનો મંડપ લાલ ગુલાલ શોભા બહુ સારો , માં શોભે અતિ સારો
ઉડે અબીલ આનંદે ઉડે અબીલ આનંદે ,માંના મંડપમાં
ૐ જય મેલડી માતા
ભાવ ના જાણું ભક્તિ ના જાણું નવ જાણું સેવા ,માં નવ જાણું સેવા
બાળક તમારા ચરણોમાં ,બાળક તમારા ચરણોમાં અવિચલ પેડ લેવા
ૐ જય મેલડી માતા
જય મેલડી માતા ૐ જય મેલડી માતા
અખંડ બ્રહ્માંડમાં વ્યાપી, અખંડ બ્રહ્માંડમાં વ્યાપી
સઘળે તમારો વાસ, ૐ જય મેલડી માતા



Post a Comment