જય આધ્યા શક્તિ આરતી | જય આદ્યા શક્તિ આરતી
jay aadhya shakti gujarati lyrics | jay adhya shakti gujarati lyrics
જય આદ્ય શક્તિ માં જય આદ્ય શક્તિ
અખંડ બ્રહ્માંડ નિપાવ્યા (2) પડવે પ્રગટ થયા
અંબે જયો જયો માં જગદંબે
દ્વિતિયા બેવ સ્વરૂપ શિવશક્તિ જાણું માં શિવ શક્તિ જાણું
બ્રહ્મા ગણપતિ ગાવું બ્રહ્મા ગણપતિ ગાવું હર ગાવું હર માં
અંબે જયો જયો માં જગદંબે
માં ત્ર્રીતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠા માં ત્રિભુવન માં બેઠા
દયા થકી તરવેણી દયા થકી તરવેણી તું તરવેણી માં
અંબે જયો જયો માં જગદંબે
માં ચોથે ચતુરા મહાલક્ષ્મી માં સચરાચર વ્યાપ્યા માં સચરાચર વ્યાપ્યા
ચાર ભુજા ચવ દિશા ચાર ભુજ ચવ દિશા પ્રગત્યા દક્ષિણમા
અંબે જયો જયો માં જગદંબે
માં પંચમે પંચ ઋષિ પંચમે ગુણ પદમાં માં પંચમે ગુણ પદમાં
પંચ તત્વ ત્યાં સોહિયે પંચ તત્વ ત્યાં સોહિયે પંચે તત્વો માં
અંબે જયો જયો માં જગદંબે
માં ષષ્ઠિ તું નારાયણી મહીસા સુર માર્યો માં મહિસાસુર માર્યો
નર નારી ના રૂપે નર નારી ના રૂપે વ્યાપ્યા સઘળે માં
અંબે જયો જયો માં જગદંબે
માં સપ્તમે સપ્ત પાતાળ સંધ્યા સાવિત્રી માં સંધ્યા સાવિત્રી
ગૌ ગંગા ગાયત્રી ગૌ ગંગા ગાયત્રી ગૌરી ગીતા માં
અંબે જયો જયો માં જગદંબે
માં અષ્ટમે અષ્ટ ભુજા આઈ આનંદા માં આઈ આનંદા
સુર નર મુનિવર જનમ્યા સુર નર મુનિવર જનમ્યા દેવ દૈત્યો માં
અંબે જયો જયો માં જગદંબે
માં નવમે નવ કુળ નાગ સેવે નવ દુર્ગા માં સેવે નવ દુર્ગા
નવરાત્રી ના પૂજન શિવરાત્રી ના અર્ચન કીધા હર બ્રહ્મા
અંબે જયો જયો માં જગદંબે
માં દસમે દસ અવતાર જય વિજ્યા દશમી માં જય વિજ્યા દશમી
રામે રામ રમાડ્યા રામે રામ રમાડ્યા રાવણ રોળિયો માં
અંબે જયો જયો માં જગદંબે
માં એકાદશી અગિયારસ કાત્યાયનિકા માં માં કાત્યાયનિકા માં
કામ દુર્ગ કાલિકા કામ દુર્ગ કાલિકા સ્યામાં ને રામા
અંબે જયો જયો માં જગદંબે
માં બારસે બાળા રૂપ બહુચરી અંબામાં માં બહુચરી અંબા માં
બટુક ભૈરવ સોહિયે કાળ ભૈરવ સોહિયે તારા છે તુજ માં
અંબે જયો જયો માં જગદંબે
માં તેરસે તુળજા રૂપ તમ તારુણી માતા માં તમ તારુણી માતા
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ બ્રહ્મા વિષ્ણુ સદાશિવ ગુણ તારા ગાતા
અંબે જયો જયો માં જગદંબે
માં ચૌદસે ચૌદા રૂપ ચંડી ચામુંડા માં ચંડી ચામુંડા
ભાવ ભક્તિ કઈ આપો ચતુરાઈ કઈ આપો સિંહવાહિની માતા
અંબે જયો જયો માં જગદંબે
માં પૂનમે કુંભ ભરિયો સાંભળજો કરુણા માં સાંભળજો કરુણા
વશિષ્ઠ દેવે વખાણ્યાં માર્કન્ડ ઋષિએ વખાણ્યાં ગાઈ શુભ કવિતા
અંબે જયો જયો માં જગદંબે
સવંત સોળ સતાવન સોળસે બાવીસમાં માં સોળસે બાવીસમાં
સવંત સોળમા પ્રગટીયા સવંત સોળ માં પ્રગટ્યા
રેવાને તીરે માં ગંગાને તીરે
અંબે જયો જયો માં જગદંબે
માં ત્રંબાવટી નગરી માં રૂપાવટી નગરી માં મંછાવતી નગરી
સોળ સહસ્ત્ર ત્યાં સોહિયે સોળ સહસ્ત્ર ત્યાં સોહિયે
ક્ષમા કરો ગૌરી માં દયા કરો ગૌરી
અંબે જયો જયો માં જગદંબે
શિવ શક્તિ ની આરતી જે કોઈ ગાશે માં જે ભાવે ગાશે
ભણે શિવાનંદ સ્વામી ભણે શિવાનંદ સ્વામી
સુખ સંપત્તિ થશે હર કૈલાશે જાશે માં અંબા દુઃખ હર્ષે
અંબે જયો જયો માં જગદંબે
માં એકમે એક સ્વરૂપ અંતર નવ ધરશો માં અંતર નવ ધરશો
ભોળા અંબે માંને ભજતાં ભોળા ભુદરને ભજતાં ભવસાગર તરસો
અંબે જયો જયો માં જગદંબે
ભાવ ના જાણું ભક્તિ ના જાણું નવ જાણું સેવા માં નવ જાણું સેવા
વલ્લભ ભટને આપી એવી અમને આપો ચરણોમાં સેવા
અંબે જયો જયો માં જગદંબે
માની ચૂંદડી લાલ ગુલાલ શોભા બહુ સારી માં શોભા અતિ સારી
આંગણ કુકડ નાચે આંગણ કુકડ નાચે જય બહુચરવાળી
અંબે જયો જયો માં જગદંબે
અંબે જયો જયો માં જગદંબે અંબે જયો જયો માં જગદંબે
અંબે જયો જયો માં જગદંબે અંબે જયો જયો માં જગદંબે
અંબે જયો જયો માં જગદંબે અંબે જયો જયો માં જગદંબે
![]() |



Post a Comment