શંકર ભગવાન ની આરતી । Bholenath Ni Aarti | Shivji Aarti |

 શંકર ભગવાનની આરતી ।  શિવજીની આરતી 

 Bholenath ni aarti 

Gujju Lyrics Khajana


જય દેવ જય દેવ જય હરિ હરા પ્રભુ જય હરી હરા
ગંગાધર ગિરજાવર (2) ઈશ્વર ઓમકારા 
ૐ હર હર હર મહાદેવ 

વાઘામ્બર પીતાંબર શિવ શ્યામે પહેરીયા પ્રભુ શિવ શ્યામે પહેરીયા 
કમલ નયન કેશવને (2) શિવજીને ત્રિનયના 
ૐ હર હર હર મહાદેવ 

નંદિવાહન ખગવાહન શિવ ચક્ર ત્રિશુલ ધારી,  શિવ ચક્ર ત્રિશુલ ધારી 
ત્રિપુરારી મોરારી (2) શિવ કમલા ધારી 
ૐ હર હર હર મહાદેવ 

વૈકુંઠ વસે વિશ્વંભર શિવજી કૈલાસે પ્રભુ શિવજી કૈલાસે 
હરિ કાળા હર ગોરા (2) તે તેને ધ્યાને 
ૐ હર હર હર મહાદેવ 

રામની ખાંધે ધનુષ શિવ ખાંધે જોળી પ્રભુ શિવ ખાંધે જોળી 
રામની રીંછ વાનર (2) શિવજીને ભૂત ટોળી 
ૐ હર હર હર મહાદેવ 

ચંદન ચડે ત્રિકમને શિવ હર ભસ્માંગે પ્રભુ શિવ હર ભસ્માંગે 
રામે હૃદયે રાખ્યા (2) ઉમિયા અર્થાંગે 
ૐ હર હર હર મહાદેવ 

કૌસ્તુભમણિ કેશવને શિવજીને રુદ્રમાળા પ્રભુ શિવજીને રુદ્રમાળા 
મુક્તાફળ મોહનને (2) શિવજીને સર્પ કાળા 
ૐ હર હર હર મહાદેવ 

કેવડો વહાલો  કેશવને શિવજીને ધતુરો પ્રભુ શિવજીને ધતુરો  
ત્રિકમને વ્હાલા તુલસી (2) શિવજીને બીલીપત્રો 
ૐ હર હર હર મહાદેવ

લક્ષ્મીવર ઉમીયાવર શંકર શામળિયા પ્રભુ શંકર શામળિયા  
હરિહર નટવર સ્વામી  (2) એકાંતે મળિયા 
ૐ હર હર હર મહાદેવ

મોહનને મહાદેવ જે ભાવે ગાશો પ્રભુ જે ભાવે ગાશો
હરિહરના ગુણ ગાતાં  (2) હરિ શરણે જાશો  
ૐ હર હર હર મહાદેવ

એ બે એક સ્વરૂપ અંતર નવ ધરશો પ્રભુ અંતર નવ ધરશો 
ભોળા ભૂધર ને ભજતાં  (2) ભવ સાગર તરશો  
ૐ હર હર હર મહાદેવ

હરિહરા ની આરતી જે કોઈ ગાશે પ્રભુ જે ભાવે ગાશો
ભણે શિવાનંદ સ્વામી  (2) મન વાંછિત થાશે
હર કૈલાશે જાશો ભોળા શમ્ભુ દૂખ હરશે   
ૐ હર હર હર મહાદેવ

જય દેવ જય દેવ જય હરિ હરા પ્રભુ જય હરી હરા
ગંગાધર ગિરજાવર (2) ઈશ્વર ઓમકારા 
ૐ હર હર હર મહાદેવ 

હર હર મહાદેવ । ૐ નમઃ શિવાય 

હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું 
He Manav vishvash kari le samay bani samjavu chhu


Gujju Lyrics khajana







Post a Comment

Previous Post Next Post