હે માનવ વિશ્વાસ કરી લે | He manav Vishwas Kari Le

Gujju Lyrics khajana

હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું 
હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું (2)
આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું  આવું છું (2)
હે માનવ વિશ્વાસ કરી લે...

વિશ્વ ચરાચર ઉપવન મારું પાણી હું પીવડાવું છું (2)
પણ સ્વાર્થ ઘેલાની દ્રષ્ટિમાં (2) આમ છતાં ક્યાં આવું છું 
આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું  આવું છું
હે માનવ વિશ્વાસ કરી લે...

ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું (2)
માફ કરો એ શબ્દ સાંભળી (2) પારાવાર પસ્તાવું છું 
હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું
આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું  આવું છું
હે માનવ વિશ્વાસ કરી લે...

શ્રીમંતોનું સુખ જોઈને આંગણ જોવા આવું છું (2)
રજા સિવાય અંદર ના આવો (2) , વાંચી ને વહીયો હું જાવું છું 
હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું
આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું  આવું છું
હે માનવ વિશ્વાસ કરી લે...

દિન દુઃખિત પર નફરત દેખી નિત્ય આંસુએ નહાવું છું (2)
સંતો ભક્તો ના અપમાનો (2)  જોઇને હું અકળાવું છું 
હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું
આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું  આવું છું
હે માનવ વિશ્વાસ કરી લે...

ઓળખનારા ક્યાં છે આજે દંભી થી દુભાવું છું (2)
આપ કવિ ની ઝૂંપડીયે હું (2) રામ બની રહી જાવું છું 
હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું
આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું  આવું છું
હે માનવ વિશ્વાસ કરી લે...

હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું
આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું  આવું છું
હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું
આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું  આવું છું

સીંગર : હેમંત ચૌહાણ 
Singer : Hemant Chauhan

સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા | 

Sonane Laage Kyathi kaat Sanasari Manva

Post a Comment

Previous Post Next Post