વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા
Vishvambhari Akhil Vishva Jani Janeta
વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા
વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા
દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો ... 1
ભૂલો પડી ભવરણે ભટકું ભવાની
સુજે નહિ લગીરે કોઈ દિશા જવાની
ભાસે ભયંકર વલી મનના ઉતાપો
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો... 2
આ રંકને ઉગરવા નથી કોઈ આરો
જન્માંધ છું જનની હું ગ્રહી બાળ તારો
ના શુ સુણો ત્રિપુસવારી શિશુના વિલાપો
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો... 3
માં કર્મ જન્મ કથની કરતા વિચારું
આ શ્રીંષ્ટિમાં તુજ વિના નથી કોઈ મારું
કોને કહું કઠણ યોગ તણો બળાપો
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો... 4
હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો
આડંબરે અતિ ઘણો મદથી બકેલો
દોષો થકી દુષિતના કરી માફ પાપો
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો... 5
ના શાસ્ત્ર ના શ્રવણનું પયપાન કીધું
ના મંત્ર કે કથા નથી કાઈ કીધું
શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો... 6
રે રે ભવાની બહુ ભૂલ થઈ છે મારી
આ જીન્દગી થઈ મને અતિશે અકારી
દોષો પ્રજાળી સઘળા તવ થાપ થાપો
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો... 7
ખાલી ના કોઈ સ્થળ છે વિના આપ ધારો
બ્રહ્માંડમાં અણુ અણુ માહી વાસ તારો
શક્તિ ના માપ ગણવા અગણિત માપો
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો... 8
પાપે પ્રચંડ કરવા બધી વાતે પૂરો
ખોટો ખરો ભગવતી પણ હું તમારો
જ્યાધ્યાંનધકાર દૂર કરી સદબુદ્ધિ આપો
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો... 9
શીખે સુણે રસિક છંદજ એક ચિતે
તેના થકી ત્રિવિધ તાપ તળે ખચિતે
વધે વિશેષ વળી અંબા તણા પ્રતાપો
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો... 10
શ્રી સદગુરૂના ચરણમાં રહીને યજું છું
રાત્રી દિને ભગવતી તુજને ભજું છું
સદ્ ભક્ત સેવક તણા પરિતાપ ચાંપો
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો... 11
અંતર વિષે અધિક ઊર્મિ થતા ભવાની
ગાઉં સ્તૃતિ તવ નમીને મૃદાની
સંસાર ના સકળ રોગ સમૂળ કાપો
મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો...12



Post a Comment